Shri Siddh Gayatri Shakti Pith Charitable Trust

Shri Siddh Gayatri
Shakti Pith

About Us

Shri Siddh Gayatri Shakti Pith, Rajkot

શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ અને સ્થાપક પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી - "માડી" (ડો. ઇન્દ્રવદન નટવરલાલ આચાર્ય) નો પરિચય. તા. 2/7/1985 ના રોજ સંવત 2041 અષાઢ સુદ પુનમ, મંગળવારે ગુરૂપૂર્ણિમાનાં પવિત્ર દિવસે વઢવાણ સિટી (ઝાલાવાડ-સુરેન્દ્રનગર) નાં પ્રકાંડ વેદપંડિત સ્વ. શ્રી ગાંડુભાઇ નાનાલાલ શુક્લ (સસરાજી) ને એકલવ્યની જેમ ગુરૂ નિર્ધારી ગાયત્રી મંત્રજાપ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો, જેનો હેતુ રાષ્ટ્રની પ્રગતિ, વિશ્વશાંતિ, બહુજન કલ્યાણ, નિજાનંદની પ્રાપ્તિ અને માંની અસીમ કૃપા મેળવવી એ આજ પર્યંત રહ્યો છે. સને 1992 માં શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, જેનો રજીસ્ટર્ડ નંબર E/2735 છે. સંસ્થા દ્વારા આજ દિન સુધીમાં અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી છે. રકતદાન, અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક તથા ચોપડા સહાય, ફીની સહાય, વિધવા સહાય, દવાની સહાય, આયુર્વેદિક કેમ્પો, વિવિધ મેડિકલ કેમ્પ, દિકરીઓને લગ્ન સહાય તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ગુરૂપૂર્ણિમા, માં ગાયત્રી જન્મોત્સવ, પુ. ગુરુદેવનો જન્મદિવસ, રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિ મહોત્સવ, દશેરા, અન્નકૂટ દર્શન, સ્નેહ મિલન તથા સમયાંતરે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. પુ. ગરૂદેવની અનેક જગ્યાએ પધરામણી થાય છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને માર્ગદર્શન આપીને આધ્યાત્મિક માર્ગે વાળ્યા છે. હાલ રાજકોટ ખાતે 5/11 - જંકશન પ્લોટ ખાતે શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ (આદ્યસ્થાન) આવેલી છે અને ટ્રસ્ટ સંચાલિત 'અન્નપૂર્ણા ભોજનાલય' પણ સને 2002 થી ચાલી રહ્યું છે. ભવિષ્યમાં મોટી જગ્યા લઈ, તેમાં વિશાળ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, અન્નક્ષેત્ર, ગૌશાળા, યજ્ઞશાળા, ગુરૂકૂળ તેમજ મેડિકલ ક્ષેત્રમાં હાર્ટ, બ્રેઈન, કેન્સર, કિડની, ઓર્થોપેડીક તથા બ્લડ બેંક જેવી સેવાઓ રાહતદરે આપવાનું આયોજન છે. એ ઉપરાંત ગામડાઓમાં ફરતી એમ્બ્યુલન્સ, પશુ-પંખી દવાખાનું, પ્રસુતિગ્રહ તથા ચિલ્ડ્રન હોસ્પિટલ પણ સ્થાપવાનું આયોજન છે.